
Play all audios:
વેસુ VIP રોડસ્થિત માઇલ સ્ટોન 7 હેવન નજીક વિકાસ પરવાનગી વગર જ હાઇરાઇઝ બિલ્ડિંગ નિર્માણના ફાઉન્ડેશન માટે 40 ફૂટ ઊંડો ખાડો કરી દેવાયા ત્યાં સુધી પાલિકાના અઠવા ઝોન અને સંબંધિત શહેરી વિકાસ
વિભાગને જાણ થઇ ન હતી. . પાલિકાએ બિલ્ડરને આવી 2 નોટીસ આપી મોટાપાયે માટી ઉલેચી લેવાયા બાદ જમીનનું સેટલમેન્ટ થવાથી બાજુની મિલકતની કંપાઉન્ડ વોલ ધરાશાયી થઇ હતી. મંજૂરી વગર અને જોખમી રીતે કરાયેલા
ખોદાણમાં વરસાદી પાણી ભરાયા બાદ માટી ધસી પડવાની ભીતિ વર્તાઇ હતી. પાલિકાએ જણાવ્યું કે, અઠવાલાઇન્સના બિલ્ડર દેવેન્દ્ર ગાંધીએ ટીપી સ્કીમ નં-7 વેસુના એફપી નં-48 પૈકી સબ પ્લોટ નં-B વાળી વિશાળ જમીન
ઉપર બેઝમેન્ટનું ખોદકામ શરૂ કરાવ્યું હતું. બિલ્ડિંગના નિર્માણ માટે મંજૂરી મેળવવા એપ્લાય કર્યું હતું, જોકે આ મુદ્દે હજુ સુધી કોઈ મંજૂરી મળે તે પૂર્વે જ બિલ્ડરે સ્થળ ઉપર બૅઝમેન્ટ માટેનું
ખોદકામ શરૂ કરાવી દીધું હતું. બિલ્ડરે 40 ફૂટ ઉંડો ખાડો ખોદી માટી ઉલેચી હતી. લાલિયાવાડીનું જ્ઞાન થતાં પાલિકા એક્શનમાં આવી અઠવા ઝોને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી બેઝમેન્ટનું ખોદકામ પુરી દેવા
નોટિસ ફટકારી હતી. આ ઘટનામાં જવાબદાર અધિકારીઓની લાલિયાવાડી સ્પષ્ટ થયા બાદ સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતાં મામલો પાલિકા કમિશનર સુધી પહોંચ્યો હતો, જેને પગલે શિક્ષાત્મક કાર્યવાહીની ભીતિ વચ્ચે
અઠવા ઝોને સ્થળ ઉપર સતત નિરિક્ષણ રાખી વિશાળ ખોદકામનું પુરાણ કરાવ્યું હતું. નિયમોની ધરાર અવગણના: આટલો મોટો ખાડો કરાયો છતાં તંત્ર ઊંઘતુ રહ્યું 1 હજારથી વધુ ટ્રક ભરીને માટી ઉલેચી લેવાયા સુધી
પાલિકાના અઠવા ઝોનને ગંધ સુદ્ધા ન આવી તે વાત ગળે ઉતરે તેમ નથી. તેમ છતાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય અધિકારીઓએ કોઇ કાર્યવાહી કરી નથી. હજુ સુધી બિલ્ડર કે આર્કિટેક્ટ સામે કોઈ નોંધપાત્ર પગલાં
લેવાયા નથી.